બોબર લુક અને રેટ્રો થીમ સાથે 2020 Bolt ક્રૂઝર બાઇક
દિલ્હી. જાપાનની ઓટોમોબાઇલ કંપની યામાહાએ તેની નવી ક્રૂઝર બાઇક 2020 Bolt શોકેસ કરી છે. કંપનીની આ નવી બાઇક તેનાં જૂનાં મોડેલના પ્લેટફોર્મ પર જ તૈયાર કરવામાં આવી છે. કંપનીએ આ બાઇકને બોબર લુક સાથે રેટ્રો થીમથી સજાવી છે. જાણકારી અનુસાર, આ બાઇકને ઇન્ટરનેશનલ લેવલ પર જૂન મહિનામાં લોન્ચ કરવામાં આવશે.
બાઇકમાં નીચી સીટ મળશે
અત્યારે આ બાઇકને માત્ર શોકેસ જ કરાઈ છે. તેમાં કંપનીએ ટિયર ડ્રોપ ડિઝાઇનની ફ્યુલ ટેંક આપી છે. આ ઉપરાંત, તેમાં ઓછામાં ઓછા ગ્રાફિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે બાઇકને વધુ સારી બનાવે છે. તેની સીટને કંપનીએ ઓછામાં ઓછી ઊંચાઈ આપી છે. આ બાઇકની ઉંચાઈ માત્ર 690mm છે, જે રાઇડરને કમ્ફર્ટ રાઇડ સાથે જ બેલેન્સ્ડ ડ્રાઇવિંગ આપે છે.
ફીચર્સ
આ ઉપરાંત, નવી યામાહા 2020 Bolt બાઇકમાં કંપનીએ ફુલ્લી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, LED લાઇટિંગ અને રેટ્રો સ્ટાઇલનું ઇન્ડિકેટર આપ્યું છે. કંપની આ બાઇકને બે વેરિઅન્ટમાં લોન્ચ કરશે, જેમાં સ્ટાન્ડર્ડ અને R વેરિઅન્ટ સામેલ છે. તેના સ્ટાન્ડર્ડ વેરિઅન્ટમાં સ્પોક વ્હીલ અને R વેરિઅન્ટમાં એલોય વ્હીલ્સ આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત, તેના સસ્પેન્શન પર ગોલ્ડ હાઇલાઇટ્સ પણ આપવામાં આવી છે, જે બાઇકને સ્પોર્ટી લુક આપે છે.
એન્જિન
આ બાઇકના એન્જિનમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. તેમાં પહેલાંની જેમ જ 942ccની કેપેસિટીનું V-twin એર કૂલ્ડ એન્જિનનો ઉપયોગ કરવામાંઆવ્યો છે, જે 53bhp પાવર અને 80Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં 5 સ્પીડ ગિયરબોક્સ સામેલ કરવામાં આવ્યું છે. પાવરફુલ એન્જિન સાથે ડ્યુઅલ ચેનલ એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) આ બાઇકને ધારે સારી બનાવે છે. અત્યારે આ બાઇકને ઓવરસીઝ માર્કેટમાં જ રજૂ કરવામાં આવશે.
0 टिप्पणियाँ