અંતરીક્ષ થી આવી રહેલા એસ્ટરોઇડ 1998 OR2 ધરતીની બાજુમાંથી પસાર થઈ ગયો. પૃથ્વી ને આ ઉલ્કા પિંડ સાથે કોઈ જોખમ હતું નહીં, કારણ કે આ ઉલ્કા પિંડ ધરતીથી લગભગ 63 લાખ કિલોમીટર દૂર થી પસાર થયો હતો. આ પહેલા 12 માર્ચ 2009ના રોજ આ ઉલ્કા પિંડ 2.67 કરોડ કિલોમીટર દૂરથી પસાર થયો હતો. હવે પૃથ્વી પરના લોકોએ ગભરાવાની કોઈ જરૂર નથી. કારણકે આ ઉલ્કા પેન્ટના પસાર થઈ જવાથી દુનિયાભરના વૈજ્ઞાનિકો ને ચેન નો શ્વાસ મળ્યો છે જોકે હજુ પણ આ ઉલ્કા પિંડ પર અભ્યાસ શરુ જ રહેશે.





એસ્ટરોઇડ 1998 OR2 હવે 11 વર્ષ પછી ફરીથી ધરતીની નજીકથી પસાર થશે. પરંતુ તેનું અંતર 1.9 કરોડ કિલોમીટર હશે. તમને જણાવી દઈએ કે આ ઉલ્કા પિંડ દર 11 વર્ષે ધરતી ની નજીકથી પસાર થઇ જાય છે. આ ઉલ્કા પિંડ 2031 બાદ 2042, 2068 અને ત્યારબાદ 2079માં પણ ધરતીની નજીકથી પસાર થશે.




તમને જણાવી દઈએ કે વૈજ્ઞાનિકોએ 177 વર્ષનું કેલેન્ડર બનાવી રાખ્યું છે. જેનાથી જાણી શકાય કે આ ઉલ્કા પિંડ ક્યારે ક્યારે ધરતીથી કેટલા અંતરથી નીકળશે.

જો 2019 અને 2127માં કોઈ ગરબડ નહીં થાય તો આ ઉલ્કા પિંડ ધરતી માટે ખતરારૂપ નહીં રહે. નાસાએ પહેલાં જ કહ્યું હતું કે આ ઉલ્કા પિંડથી ધરતીને કોઈ જોખમ નથી. પરંતુ જો આ ઉલ્કા પિંડ પોતાની દિશા બદલે તો ખતરો હતો. પરંતુ ઉલ્કા પિંડ કેટલા કિલોમીટર દૂરથી પસાર થઈ જતા ગણતરી સાચી પડી છે.
આ ઉલ્કા પિંડ ની ઝડપ 31319 કિલોમીટર પ્રતિ કલાકની હતી અને આ ઝડપ એક સામાન્ય રોકેટની ઝડપથી ત્રણ ગણી હતી. આ ઉલ્કા પિંડ નો વ્યાસ ચાર કિલોમીટર હતો. ખગોળવિદો નું માનીએ તો આવા એસ્ટરોઇડ ધરતી સાથે ટકરાવાના સો વર્ષમાં 50000 સંભાવનાઓ રહેલી છે. પરંતુ કોઈને કોઈ રીતે આ ઉલ્કાઓ પૃથ્વીથી કિનારો લઇ નીકળી જાય છે.