લોકો ખરીદી માટે ઊમટી પડતાં હાથીખાના માર્કેટ બહાર ટ્રાફિકજામ / કોરોનાને નોતરું 




વડોદરા. શહેરમાં એક બાજુ કોરોના પોઝિટિવના કેસો વધી રહ્યાં છે. જેને રોકવા માટે થઈને તંત્ર દ્વારા વારંવાર સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે અપીલ કરવામાં આવી રહી છે. આમ છતાં પણ શુક્રવારના રોજ હાથી ખાના બજાર પાસે મેઈન રોડ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતાં. હાથીખાના માર્કેટમાં વેપારીઓ સોશિયલ ડીસ્ટન્સીંગ જળવાઇ રહે તે માટે સજાગ બન્યા છે. 

પરંતુ લોકોની ભીડ ઉમટી પડતી હોવાથી અંધાધૂધી જેવો માહોલ સર્જાય છે. હાથીખાના માર્કૈટમાં વહેલી સવારથી લોકો અનાજ સહિતની વસ્તુઓ ખરીદવા પહોંચી જાય છે. જેને કારણે વેપારીઓ પણ પરેશાન થઇ જાય છે. કોરોનાનું સંક્રમણ ભીડભાડવાળી જગ્યામાં ફેલાવવાનું જોખમ સોૈથી વધુ રહેતં હોય છે ત્યારે નાગરિકોની જવાબદારી બની જાય છે કે તેઓ ભીડથી દૂર રહે અને તેનો હિસ્સો ન બને.