કોરોનાની સામે લડાઈમાં ડુંગરી GRD જવાનનો વિજય થયો, પુષ્પવર્ષાના સન્માન સાથે ઘરે પહોંચ્યો



GRD જવાને કોરોનાને 12 દિવસમાં હરાવ્યો


  • વલસાડમાં કોરોના પોઝિટિવ 2 કેસના રીપોર્ટ નેગેટિવ આવતા GRD જવાનને હોસ્પિટલમાંથી રજા આપી
  • ગુજરાત પોલીસ અને મેડિકલ ટીમના આભાર માનતા નારા સાથે લોકોએ GRD જવાનને વધાવ્યો




વલસાડ. જિલ્લામાં પ્રથમ ઉમરગામનો યુવાન અને દ્વિતીય ડુંગરીનો GRD જવાનના કોરોના પોઝિટિવ રીપોર્ટ આરોગ્ય વિભાગમાં આવ્યા હતા. બંને કોરોનાના દર્દીઓને 12 દિવસની સારવાર બાદ 30 એપ્રિલ અને 1લી મે ના રોજ કોરોનાના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં બંને સેમ્પલના રીપોર્ટ નેગેટિવ આવ્યા હતા. શનિવારે સિવિલ હોસ્પિટલમાંથી ડુંગરીના GRD જવાનને 14 દિવસની સારવાર બાદ રજા આપવામાં આવી હતી. ગુજરાત પોલીસ અને મેડિકલ ટીમની જયજય કાર સાથે હોસ્પિટલની બહાર યુવાનને પુષ્પવર્ષા સાથે વધાવી લીધો હતો.

12 દિવસની લડાઈ બાદ કોરોનાને હરાવ્યો
વલસાડ જિલ્લામાં કોરોનાની સારવાર માટે વાપી જનસેવા અને વલસાડમાં સિવિલ હોસ્પિટલમાં કોરોના આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યા છે. ઉમરગામ દહેરી માંગેલવાડનો યુવાન સાગર માંગેલા વાપી જનસેવામાં અને સિવિલમાં યશ ઠાકોરભાઈ પટેલને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 20 એપ્રિલે મોડી રાત્રે બંને યુવાનોના કોરોના પોઝિટિવ રીપોર્ટ આવ્યા હતા. તાત્કાલિક યુવાનના સંપર્કમાં આવેલા તમામના આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી. ઉમરાગામનો સાગર માંગેલા અને ડુંગરીનો યશ પટેલ કોરોના સામે 14 દિવસ લડાઈ લડી વિજય મેળવ્યો હતો. બંને યુવાનોની કોરોના સામે 12 દિવસની લડાઈ બાદ આરોગ્ય વિભાગે બંને યુવાનોનાં કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. બંને ટેસ્ટમાં નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ દર્દીની તબિયતમાં સુધારો જોઈને હોસ્પિટલમાંથી સારવાર આપવામાં આવી હતી. 

વલસાડ જિલ્લાનો કોરોનાને હરાવનાર પ્રથમ દર્દી
શનિવારે GRD જવાન યશ પટેલને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. યશ હોસ્પિટલમાંથી કોરોનાની સામે લડાઈ જીતીને આવતા વલસાડ પોલીસ સ્ટાફ અને સિવિલ હોસ્પિટલનો મેડિકલ સ્ટાફે યશ પટેલ પર પુષ્પવર્ષા કરીને ગુજરાત પોલીસ અને મેડિકલ ટીમની જય કાર સાથે યશને વધાવી લીધો હતો. યશને અભિનંદન પાઠવવા પોલીસ નોડલ ઓફિસર મનોજ શર્મા, Dysp વલસાડ મનોજસિંહ ચાવડા, વલસાડ સીટી પીઆઇ એચજે ભટ્ટ, સિવિલ હોસ્પિટલના ડીન, મેડિકલ સુપ્રિટેન્ડન મેડિકલ સ્ટાફ અને પોલીસ જવાનોએ યશને કોરોના સામે લડાઈમાં વિજય મેળવનાર વલસાડ જિલ્લાનો પ્રથમ દર્દીને અભિનંદન પાઠવ્યા છે. રવિવારે ઉમરગામના સાગર માંગેલાને વાપી જનસેવા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

ફરી લોકો વચ્ચે કામ કરવા તૈયારી દર્શાવી
વલસાડ જિલ્લામાં કોરોના સામે વિજય મેળવીને પરત આવનાર પ્રથમ યોદ્ધા ડુંગરીનો GRD જવાને હોસ્પિટલમાંથી સારવાર મેળવી ઘરે જતી વખતે પુષ્પવર્ષાથી સ્વાગત થયા બાદ હોસ્પિટલના મેડિકલ સ્ટાફ અને પોલીસ જવાનો આભાર વ્યક્ત કર્યો હતો. મેડિકલ ટીમની મહેનત અને લોકોની દુઆ સાથે સ્વસ્થ થયો છું. ફરી લોકો વચ્ચે કામ કરવા તૈયારી દર્શાવી હતી.