વિવાદ / કંપનીએ કહ્યું- આ પગલું રાજકારણથી પ્રેરિત



  • અમેરિકાના વેપાર પ્રતિનિધિ કાર્યાલયે કહ્યું- એમેઝોનની નકલી સામાન વેચવાની ફરિયાદ આવી રહી હતી
  • એમેઝોને કહ્યું- પ્લેટફોર્મ પર ગેરકાયદેસર પ્રવૃતિનો સામનો કરવા માટે ભારે રોકાણ કરવામાં આવ્યું 
ન્યૂયોર્ક. લોકડાઉનમાં પણ ભારે નફો કમાનારી કંપની એમેઝોનની પાંચ ફોરેન સાઈટ્સને અમેરિકાની સરકારે બ્લેકલિસ્ટ કરી દીધી છે. તેમાં યુકે, જર્મની, ફ્રાન્સ, ઈન્ડિયા અને કેનેડાની સાઈટ સામેલ છે. અમેરિકાના એડમિનિસ્ટ્રેશને ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા નકલી અને પાઈરેટેડ પ્રોડકટ્સનું વેચાણ કરવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે એમેઝોને સ્પષ્ટતા કરતા કહ્યું છે કે ટ્રમ્પ સરકારનું આ પગલું રાજણકારણથી પ્રેરિત છે, કારણ કે પ્લેટફોર્મ પર ગેરકાયદેસર પ્રવૃતિનો સામનો કરવા માટે ભારે રોકાણ કરવામાં આવ્યું છે.
એમેઝોન પર નકલી સામાન વેચાતો હોવાની ઘણી ફરિયાદો મળી
અમેરિકાના વેપાર પ્રતિનિધી કાર્યાલયે જણાવ્યું કે આ પગલું એટલે ભરવામાં આવ્યું છે કારણ કે દેશમાં અમેઝોન પર નકલી સામાન વેચવાની ઘણી ફરિયાદો આવી રહી હતી. 
જેફ બેજોસ સાથેની ખાનગી દુશ્મની કાઢી રહ્યાં છે ટ્રમ્પઃ એમેઝોનઃ એમેઝોન
એમેઝોને જણાવ્યું કે એમેઝોનના ફાઉન્ડર અને સીઈઓ જેફ બેજોસ અને રાષ્ટ્રપતિ ટ્રમ્પના એક-બીજા માટેના મતભેદના અનુસંધાનમાં આ પગલું ભરવામાં આવ્યું છે અને આ નિર્ણય સંપૂર્ણ રીતે રાજકારણથી પ્રેરિત છે. બ્લેકલિસ્ટમાં નામ આવવાના પગલે કંપનીઓ પર એક સવાલ ઉઠે છે, ખાસ કરીને એમેઝોન જેવી પોપ્યુલર કંપનીને વધુ અસર થાય છે.