સ્કૂલ યુનિફોર્મ સાથે માસ્ક કંપલ્સરી થઈ શકે છે, સરકાર સોશિયલ ડિસ્ટન્સિંગની ગાઈડલાઈન પણ બનાવી રહ્યું છે
આ તસવીર તે બાળકોની છે જેમણે બોધગયાની પદ્મપણી ચેરિટેબલ સ્કૂલ ખાતે 6 માર્ચે પરીક્ષા આપી હતી. કોરોનાને કારણે અત્યારે દેશભરમાં શાળાઓ અને કોલેજો બંધ છે.
નવી દિલ્હી. માનવ સંસાધન વિકાસ (એચઆરડી)મંત્રાલય શાળાઓ, કોલેજોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ માટે નવી ગાઈડલાઈન તૈયાર કરી રહ્યું છે, જેથી અભ્યાસ શરૂ થાય ત્યારે સંક્રમણનું જોખમ ન રહે. આ માટે કલાસરૂમમાં બેસવાથી લઈને કેન્ટીન, લાઇબ્રેરી, હોસ્ટેલ અને મેસમાં નિયમોમાં ફેરફાર કરવાનો વિચાર છે. સ્કૂલ યુનિફોર્મ સાથે માસ્ક પણ ફરજિયાત બનાવી શકાય છે.
સ્કૂલ બસ, વોશરૂમ માટેની ગાઈડલાઈન પણ નક્કી કરવામાં આવશે
ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ અનુસાર સ્કૂલોમાં સવારની એસેમ્બલી અને સ્પોર્ટ્સની પ્રવૃત્તિ બંધ કરી શકાય છે. સ્કૂલ બસો, વોશરૂમ અને કાફેટેરિયા માટેના નિયમો પણ બનાવી શકાય છે. સમયાંતરે આખી બિલ્ડિંગને સેનિટાઇઝ કરવાની સૂચનાઓ પણ આપી શકાય છે. બોર્ડિંગ સ્કૂલના મેસ અને હોસ્ટેલમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો લાગુ થશે.
કોરોનાના સંજોગોને ધ્યાનમાં રાખીને ગાઈડલાઈન બનાવવામાં આવશે
નવી ગાઈડલાઈનમાં વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને સુરક્ષિત રાખવા માટે જરૂરી સૂચનોનો સમાવેશ કરવામાં આવશે. તે પણ ધ્યાનમાં રાખવામાં આવશે કે કોઈ ક્ષેત્રમાં કોરોનાની સ્થિતિ શું છે? તે જરૂરી નથી કે કોઈ સંસ્થા તમામ ગાઈડલાઈનનું પાલન કરશે, પરંતુ તે તેના એરિયામાં કોરોનાની સ્થિતિના આધારે નિર્ણય લઈ શકશે.
આઈઆઈટી કેમ્પસમાં શિફ્ટમાં ક્લાસ રાખવાનો વિચાર
એચઆરડી મંત્રાલયના અધિકારીના જણાવ્યા મુજબ, ગાઈડલાઇન્સ તૈયાર થયા બાદ રાજ્યો સાથે વહેંચવામાં આવશે, જેથી તેઓ શાળા-કોલેજો શરૂ થતાં પહેલાં તૈયાર કરી શકે. ગાઈડલાઈનનું પાલન કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર જવાબદાર રહેશે. સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા માટે કેમ્પસના કેટલાક વિસ્તારોનું સમારકામ પણ કરવામાં આવશે. દેશના ઘણા આઈઆઈટીઓ પણ કેમ્પસમાં મુલાકાતીઓની એન્ટ્રી બંધ કરવાની, શિફ્ટમાં ક્લાસ લેવાની અને લેબ ટાઇમમાં બદલાવ લાવવાની યોજના અંગે વિચારણા કરી રહ્યા છે.
યુજીસીએ ઓગસ્ટથી નવા સત્રની ભલામણ કરી છે
દેશભરમાં કોરોના વાયરસના કારણે યુનિવર્સિટીઓ અને શાળાઓ 16 માર્ચથી બંધ છે. આવી સ્થિતિમાં પરીક્ષાઓ પણ પૂર્ણ થઈ ન હતી. યુજીસીએ યુનિવર્સિટી અને કોલેજમાં નવા વિદ્યાર્થીઓ માટે સપ્ટેમ્બર અને જુના વિદ્યાર્થીઓ માટે ઓગસ્ટથી સત્રની શરૂઆત કરવાની ભલામણ કરી છે. સીબીએસઇએ જણાવ્યું છે કે તે 10 અને 12ના બોર્ડના 29 વિષયોની બાકીની પરીક્ષા લેશે. જોકે, હજુ સુધી શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું નથી. ઘણા રાજ્યોએ પરીક્ષા આપ્યા વિના 8મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને પ્રમોટ કર્યા છે. |
0 टिप्पणियाँ